🙏🏻
" પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ !
પિયાલો આવ્યો છે તતકાળ "
માં ગંગાસતી પાનબાઈ ને ખુબજ ઝડપથી પરંતુ ખુબજ ચોક્સાઈ પૂર્વક બહુ જ સાવધાની પૂર્વક એક એક કદમ ચલાવી રહ્યા છે.પાનબાઈ પણ તે મુજબ ચાલી રહ્યા છે.ગંગાસતી પાનબાઈ ને કઈક આપવા માંગે છે.તે તેમણે અચાનક કરેલો નિર્ણય છે.સદગુરુ અહીં શિસ્ય ઉપર કૃપા કરે છે.તેનામાં વિશેષ શક્તિ સંચાર કરવા માંગે છે.અહીં માં દિવ્ય પ્રેમ તરફ ઈશારો કરે છે.એ રસ પીવાની વાત છે,તે અચાનક આવે છે.ગુરુની કૃપાથી આવે છે,પરંતુ શિષ્યની જ્યારે પૂર્ણ યોગ્યતા હોય ત્યારે જ ગુરુ તે આપે છે ગુરુ તો આપે છે,પરંતુ એ રસનું પાન કરવું કે ન કરવું એ તો શિસ્યના હાથમાં છે.તેથી ગંગાસતી કહે છે કે " પી લેવો હોય તો રસ પી લેજો " અને કહે છે," પિયાલો આવ્યો છે તતકાળ ".પિયાલો આવ્યો તો છે,પરંતુ તાત્કાલિક આવ્યો છે અહીં શરતચુક ચાલે તેમ નથી,અહીં સમય પણ નથી.
👏🏻