માણસ ગમે તેટલું ભણે, ગમે તેટલો કેળવાય, પણ જેનામાં સૂઝ નથી, એ માણસ કહેવડાવવાને લાયક નથી. આખા જુવાનનોમાં સૂઝનો અભાવ છે, એ મને ખૂંચે છે. ઝાડુ વાળો, વાસણ માંજો, કે શાક સુધારો, દરેકમાં સૂઝ વાપરવી જોઈએ. જો આપણામાં સૂઝ હોત તો કુંભારનો ચાકડો આજે છે એવો ને એવો ન હોત અને આપણી બહેનોને રોજ ચૂલાનો ધુમાડો ખાવો ન પડત. (કાકાસાહેબ કાલેલકર) #દિપકચિટણીસ (ડીએમસી)