શબ્દ તો સ્વયંભૂ , ભૂપ હોય છે?
મજલમાં સૂરત ત્યાં ચૂપ હોય છે.
શેરિયત સ્વભાવિક સાર ગર્ભિત,
ભાવ ભીની, ઝાકળ રૂપ હોય છે.
કાફિયા સગા છે , જો ખરેખરા,
બાંધછોડ ત્યાંયે, અનુપ હોય છે.
માળખું ગજબ છે , આંખડી રૂપે,
લય મહીં જ ,પલકો કૂપ હોય છે.
શોધતો રહ્યો છે,જાણે જીવ ક્યાં?
ખબરદાર ખૂદમાં , નૃપ જ હોય છે.
-મોહનભાઈ આનંદ