પોતાને ગમતી અથવા તો જોઈતી
વસ્તુ કે વ્યક્તિ કોઈપણ જીવને ન મળે ત્યારે....
એ..
એજ ગમતી વસ્તુ કે વ્યક્તિના
અસ્તિત્વ અને એના વ્યક્તિત્વ ઉપર સવાલ ઉઠાવે છે.
આ એવા જીવની ફિતરત છે
કે એને જે મળ્યું છે એમાં એને સંતોષ નથી
કે આનંદ પણ નથી.
એ પોતાનો જ સંપૂર્ણ રીતે સ્વીકાર નથી કરી શકતાં એથી એ બીજાનો હંમેશા અસ્વીકાર જ કરે છે.
મને એવા નકારાત્મક જીવનાં જીવન કે એના અસ્તિત્વ ઉપર હંમેશા શંકા રહે છે!
- "કુંજદીપ"
-Kinjal Dipesh Pandya