કદી ટુટીને વિખરાઈ ના જવાય,
સિતારા હરદમ , કેમ ના થવાય.
ફુલો પર છે ઝાકળ ,એદોસ્તી માં,
સૂરજ સાથે મળતા , ના ખોવાય.
લડીને જીતી ગયો ,કદાચિત પણ,
ખૂદ ના ચૈતન્યથી, કદી ના હરાય.
મરીને જીવ્યા, હરેક પળ જીવન.
અમર છે જ આત્મા ,ક્યાં મરાય.
સુખેથી જીવન પસાર થાય બધાનું,
સદા ભાવ આનંદમય ના વિસરાય.
ક્યાં ટુકડો ત્યાં જોડીને થાય આખુ,
છે મન મોતી ને કાચ કદી ના ભંગાય.
-મોહનભાઈ આનંદ