ફુલો જેવા ચહેરા ત્યાં કરમાય છે,
પ્રકૃતિ માયામાં, મોહીને ભરમાય છે;
છે જીવન ક્યાંક બેખૂદ બેહોંશી મહીં,
ને ચંચળતા માં મન જબરું રઘવાય છે;
પલક ઝપકે ને , છાલક લાગે છે તૃષ્ણા,
પછી મમતામાં જીવન ત્યાં અટવાય છે;
રહ્યા સંચરી ત્યાં,પ્રેમીઓ આસક્તિ માં
ના ત્યાગે હું,જો સફરે ત્યાં પછતાય છે;
કશું ક્યાં શેષ ત્યાં હોવું, શરણાગતિમાં
હવે આનંદ સુખદુઃખ માં મટકાય છે;
-મોહનભાઈ આનંદ