હાસ્ય કાવ્ય:-"ખડખડાટ રહે"
હોંઠ ઉપર હાસ્ય ખડખડાટ રહે,
ને પથારી માં ઉંઘ ઘસઘસાટ રહે.
તબિયત સૌની આમ ચકાચક રહે,
ને ધડકન ની ચાલ આમ જ ધકાધક રહે.
કાયમ દૂર રહે શરીર ની કળતર,
ને મહેનતનું પૂરેપૂરું મળે વળતર.
પત્ની હંમેશા તમારો કીધું કરે,
કંઈપણ લેવા માટે જીદ ના કરે.
મિત્રો એ કરેલા કારસ્તાન,
ને દુશ્મનની સ્મૃતિનું થાય વિસર્જન.
ઉઘરાણી તમારી બધી પતી જાય,
ને લેણાં વાળા બધા સંસાર ત્યાગી સાધુ થાય.
✍️મનિ કુમાર "મિત્ર" 🙏