Gujarati Quote in Poem by Divya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરના એ ખૂણા જે આજે લાગે છે સૂના સૂના
જ્યાં રહેતા તા ક્યારેક રમકડાં તૂટેલા જૂના
જેમાં હતી યાદોની ભરમાર
ચાહું છું એ બચપન ફરી એકવાર...

બોટલ ના ઢાંકણ ને બટન માંથી બનાવી ટકટકિયા
કર્યા હતા કેટલાય ના કાનમાં કલબલિયા
જેના લીધે ખાધી છે વઢ ને માર,
ચાહું છું એ બચપન ફરી એકવાર...

કોરી દેખાય છે આજે જ્યાં એ ભીંતો
જ્યાં બાળપણ માં લખાતી હતી દરેક વાતો
બનતો એમાં ક્યાંક કક્કો, અંકો તો ક્યાંક ફૂલનો હાર
ચાહું છું એ બચપન ફરી એકવાર...

થપ્પો, લંગડી, દોરડા, કુકકા ને તાસ,
રમવા માં મળતો આનંદ અનેરો ખાસ
દુઃખ નો હતો ન પાર, જ્યારે મળતી તી હાર
ચાહું છું એ બચપન ફરી એકવાર...

નિશાળે જતાં આવતું હતું જોર,
છૂટીને ખાતાં તા કાકડી, કાતરા ને ચણીબોર.
ઝઘડતા બીજા સાથે , બેસવાને મિત્ર સથવાર.
ચાહું છું એ બચપન ફરી એકવાર...

નાના હતાં તો થવું તું યુવાન, કરવું તું અલગ નામ
થયા યુવાન તો દિવસો જાય છે આમને આમ.
જેમાં છે યાદો અનોખી શાનદાર...
ચાહું છું એ બચપન ફરી એકવાર...
- દિવ્યા

Gujarati Poem by Divya : 111652248
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now