ગમન માં મન , ગમવા માંડે,
નમન માં મન , નમવા માંડે.
ગમત ગુલાલ પ્રકૃતિ માંહી,
ચમન માં મન ,ચૂમવા માંડે.
મમતમાં ફરતુ , ઈચ્છા માહીં,
મનોરથો મન , ભજવા માંડે.
શમન માં મન , શાંતિ સ્વરૂપ,
લય જ મન ,તણો કરવા માંડે.
આનંદ સુખદ સ્મરણો માંહી,
ધ્યેય સ્વરૂપ ધ્યાન ધરવા માંડે.
-મોહનભાઈ આનંદ