એક વિડંબના
પરિવારમાં એક દિકરો અને એક દિકરી હોય તો નાનું કુટુંબ સુખી કુટુંબ લાગે છે...પણ તેના ગંભીર પરિણામો તરફ આપણું ધ્યાન જ નથી ગયું... માત્ર એક દીકરો કે દીકરી હોય તો...... ??????
          આવતા 20 વર્ષોમાં, આપણા ઘર-પરિવારમાં કેટલાક સંબંધો કાયમી માટે સમાપ્ત થઈ જશે. જેમકે...
ભાઈ-ભાભી,
દેવર- દેવરાણી,
જેઠ-જેઠાણી
કાકા, કાકી,
ભાભી-દિયર,
ફઈ-ફૂવા,
મામા-મામી,
માસી-માસા,
સહિતના બધા નહીં......તો પણ અમુક સંબંધો આપણા ઘરોથી સમાપ્ત થઈ જશે. તેમાં કોઈ શંકા નથી 
માત્ર સાડા ત્રણ લોકોના પરિવારો બચશે,
 હિંમત આપવા વાળો ..મોટો ભાઈ નહીં
 એક ચંચળ તોફાની નાનો ભાઈ નહીં હોય, 
 ના ઘરમાં ભાભી હશે ના નખરાળો નાનો દિયર હશે,
જેઠાણી, દેરાણી, નણદ વિનાની વહુએય પણ બાપડી એકલી હશે,તેની સાથે હસવા-વાતો કરવા કે મદદ કરવા કે મજાક ઉડાવવા  વાળુ કોઈ નહી હોય !!! 
બીજી વાત.....
એકંદરે ફેશનની મૂર્ખતા અને હું  અને હું ની મુઢતા અને અજ્ઞાનતાને કારણે.....પરિવારો અંત તરફ જઈ રહ્યા છે  !!!
બે ભાઈઓ સાથેના પરિવારો પણ છેલ્લા તબક્કા પર છે !
 પહેલાં ચાર ચાર ભાઈઓ ના મોટા પરિવારો કાચા મકાનોમાં એકસાથે ખુશખુશાલ રહેતા હતા.  
હવે મોટા બંગલામાં અઢી લોકો રહેવાની ફેશનમાં ઢળી ચૂક્યા છે.આવડા મોટા મકાનમાં એકલવાયું ના લાગે હે ???
મન ઉદાસ થાય છે ને? આપણે આ દિશામાં પ્રામાણિકપણે વિચારવું જોઈએ.
આ પડકારજનક સદીમાં, આપણા એકલા બાળકને ભાઈઓના ખભા પર હાથ રાખ્યા વિના કઈ જવાબદારી કોણ આપશે અને કોણ તેને હિંમત આપશે? સાજે માંદે...કોણ કોના ખબર અંતર પુછશે ?? કોણ તાત્કાલિક દવાખાને લઈ જશે.??
   લગ્ન પ્રસંગે કે તહેવારે કોની સાથે આનંદ પ્રમોદ કરશો ??
 આ એક મોટી ચિંતાજનક બાબત છે.
એકલા બેસી ચિંતન-મંથન કરશો, વિચારજો...
    થોડા ઘણા પરિવારો બચ્યા છે... ત્યાં પણ નવી પેઢીની છોકરીઓને સમુહ કુટુંબમાં રહેવું નથી.... એવી શરતે તો તે લગ્ન માટે હા પાડે છે.... આથી વૃદ્ધાશ્રમો વધતા જાય છે...
    થોડા વર્ષો પછી આવી કુટુંબ વ્યવસ્થાની ભયાનકતા જોજો... દુઃખ સિવાય કાંઇ નહીં મળે..
   આ લેખ નો સ્ક્રીન શોટ લઈ  લેજો ..... અને ૧૦/૧૫ વર્ષ પછી મોકો મળે તો આ લેખ ત્યારે વાંચજો....
ખૂબ ચિંતન કર્યા પછી લખવાનું સાહસ કર્યું છે.  મારી દ્રષ્ટિએ આવનાર દસ પંદર વર્ષ પછી આ નરી વાસ્તવિકતા હશે એમાં કોઈ શંકા નથી.  
 🌹વૈભવ પટેલ🌹