*💕આજે નિરાંતે દોસ્તી વિશે લખવાનું મન થઇ ગયું..*
કાગળ અને પેનની દોસ્તી..
ટેરવાં અને ટચસ્ક્રીનની દોસ્તી..
અર્થ અને શબ્દની દોસ્તી..
દ્રષ્ટિ અને નજરની દોસ્તી..
મૌન અને અવાજની દોસ્તી..
પગલાં અને રસ્તાની દોસ્તી..
*તમારી અને મારી દોસ્તી..!!*
આ હા હા..
કેટ કેટલી દોસ્તીની સ્મૃતિઓ..
નજરની સામે જ આવી ફરી..
દોસ્તી એ
અકસ્માતથી મળતી અકસ્યામત નથી..
એ તો જાહોજલાલીની અમાનત છે.
ઉંમરને વટાવી અને વળાવી,
જે દૂર ખૂણામાં મૂકી દે,
એનું નામ દોસ્તી..
દોસ્તી ક્યારેય ઘરડી ના થાય,
એ તો પરિપક્વ જ થતી જાય..
દોસ્તી ફૂલોનો ગરમાળો નથી,
એ તો સુગંધનો દરિયો છે..
માટે જ દોસ્ત,
દોસ્તી કદી કરમાય એવું હજી આજ સુધી બન્યું જ નથી..
એ તો પમરાટ બની ને,
મહેંકી જ ઉઠે.. મહેંકી જ ઉઠે !!
#dedicated ♥️