ઊંચુ કરો સિર ફક્રથી કે આ તો ભારતનો અભિન્ન તિરંગો છે
શૌર્ય શાંતિ હરિયાળીને અશોકચક્ર એમના વિભિન્ન રંગો છે
શહીદોનું શૌર્ય અને ગાંધીજીની શીખ,
કદી ન ભુલી શકાય ગુલામીની એ ચીખ
સાક્ષી બની ઊભી છે સચોટ તવારીખ,
નગરજનો તમે પણ નોંધી લેજો તારીખ
જ્યારે જેને તિરંગાને આપી છે તકલીફ,
ત્યારે તેને માંગવી પડી જીંદગીની ભીખ
- Parthesh Nanavaty