સવારામ બાપુ ની વાણી
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
રાગ:ધોળ
જેના દર્શનથી દુઃખ જાય
સાચા હવે શે મળે, ટેક
સાચાં ને શીશ અર્પીએ રે
સાચાંનો કરીએ સંગ,
આવા ગમન તેનાથી ટળે જેનાં નિત નિત સવાયા રંગ રે,(૧) સાચાં હવે,
સાચે વસ્તુ સાંપડે થાય
સંસયનો ભંગ બહું દુઃખે બદલે નહીં રે,
જેને આઠે પહોર ઉમંગ,(૨) સાચાં હવે,
સાચાં સાહેબનું અંગ છે રે ત્યાં ધણી રહે છે સદાય સંગ સાચ વસે જેનાં શરીરમાં જેના ઢાંકા રહે નહીં ઢંગ રે,(૩) સાચાં હવે
સ્નેહ તોડાવે સાચાંનો રે ઓલા બેદલ વાળા બગ
સદગુરૂ ચરણે દાસ સવો કહે મારે થસો નહીં એમનો સંગ રે,(૪) સાચાં હવે સે મળે,
💧💧🔥🔥💧💧
સંત ચરણોમાં વંદન
🙏🙏🧎🏻🧎🏻🙏🙏