હે જી એવું આ મુળ રે વિના નું કાયા જાડવું રે
એને પડતા નહીં લાગે વાર રે... 🌹 એવું મૂળ રે..
એન પુન્ય રે રૂપી ખાતર પુરજો જેના મૂળ તો હે જી પોહેચે પિયાળ રે ..હા
🌹એવું મૂળ રે વિના...
એને સત્ય રે રૂપી જણ થી સિચવજો જેની નુરત ને સુરત પનિહારી રે હા...
🌹એવું મૂળ રે વિના...
એને શિલ ને સંતોષ દોનુ ફળ હુવા ઈતો અમર હેજી ફળ કહેવાઈ રે હાં...
🌹એવું મૂળરે વિના...
કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે પ્રભું ને ભજતા ઉત્તરો ભવ પાર રે હા...
એવું મૂળ રે વિનાનું ...
🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🙏🏻