માન તારુ છે મારા દેશનાં ખૂણે ખૂણામાં,
વસ્યો તું છે સર્વે ભારતીયોનાં દિલમાં,
જોઈ તને બધાની છાતી ગજ ગજ ફૂલે,
જોઈ તને બધાનાં જ દિલ સલામી આપે,
છે તું મારા સાહસિક દેશનાં સરહદની શાન,
છે તું મારા દેશવાસીઓનાં દિલનું માન,
સાચવવા તને લગાવી લાંબી કતાર,
ખાધી ગોળી સૈનિકોએ તને બચાવવા,
તું છે મારા ગૌરવવંતા દેશનું આભિમાન,
તું છે મારા બિનસાંપ્રદાયિક દેશની આન,
રહેજે લહેરાતો સદા મારા દેશ કાજે,
વંદે "રાજલ" તુ જ ને સલામી આપી આજે...
-Rajeshwari Deladia