Gujarati Quote in Poem by Apurva Oza

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રજાસતાક:

પ્રજા જાણે ક્યાં વળી નવ અટઠે આંઠનો આંક વાળી,

ગાંધીને ભાંડી ગાળો ગુણવાન ગુણી ખુદને હરખાય.

સરદારની અસરદાર અસર સર માહે ન સમજાય,

ભગતસિંહના ભગવાને ખોટા રસ્તે ભાગવા મથે.

ઇનકલાબનો ઈલકાબ એક બાજુએ મૂકે છે લોકો,

દેશ માટે નહીં બદલો લેવા દેશની આડ લે છે લોકો.

તાત્યાની ટોપી સહુ કોઈ ફેરવે કમાવા ખુદને સ્વાર્થે,

સહુનું સહિયારું હર કોઈ દેશનો લાભ લે અહીં તો.

પ્રજાને સત્તા આપી આંબેડકરે આંબી નવી ઊંચાઈ,

ઉપર બેસી ખુરશીની સહુ એના નામે મનમાની કરે.

ચંદ્રશેખર તો બહુ આવ્યા આઝાદ મળ્યું ન કોઈ,

ફરજની વાત મૂકી આયા હકની હેલી લાગી છે.

હવે જુઓ સોનેરી ચકલીનો રંગ ઝાંખો પડતો જોયો,

આઝાદ થયા- બંધારણ ઘડ્યું- ગુલામી રહી મતીમાં.

― અપૂર્વ ઓઝા (કલમપંખ)

Gujarati Poem by Apurva Oza : 111650475
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now