કામ કરતા કરતા જરા અટકી જાઉં છું,
તારા વિચારો ના વમળો માં ઉલઝાતી જાઉં છું,
તું મારા હોવાનો અહેસાસ માણતી જાઉં છું,
'ને વળી તારા પ્રેમ માં પડતી જાઉં છું....
ફરતા ફરતા જરા થંભી જાઉં છું,
તારા પ્રેમ નું અસ્તિત્વ મારા દિલ માં સ્થાપિત કરતી જાઉં છું,
તું મને તારા દિલ માં વસાવે છે જાણી જરા મલકાતી જાઉં છું,
'ને વળી તારા પ્રેમ માં પડતી જાઉં છું....
લખતાં લખતાં જરા મુંઝાય જાઉં છું,
તારા-મારા સંબંધ ને કવિતામાં ઉતારતી જાઉં છું,
તું મને પ્રેમ કરે છે એના પ્રસ્તાવ માં હામી ભરતી જાઉં છું,
'ને વળી તારા માં પડતી જાઉં છું....
-PARL MEHTA