Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એના શરણમાં દિલથી પ્રગટે છે કવિતા;
એના કારણમાં જ કલમ લખે છે કવિતા;

વાદળ કરે લાખ કોશિષ એને ઢાંકવાની,
વાદળને ચીરીને પણ ઊગે છે સવિતા;

વસંતમાં તો ખીલી ઉઠે છે એ ચારે તરફ,
પાનખરમાં પણ એની વધે છે અસ્મિતા;

પર્વતોના પેટાળ માંથી ઉદભવે એ છતાં,
મહેરામણને મળવા સ્તો વહે છે સરિતા;

ભમરાના સ્પર્શ માત્ર થીજ ખીલે છે પુષ્પ,
ગુલની મહેકથી મહેકી ઊઠે છે ગુલિસ્તાં;

બાગમાં ઊભેલા ઉંચા વૃક્ષની આલિંગને,
અંબરને આંબવા જોને મથે છે તરુલતા;

એની રમણીયતા પર આફરીન છે દુનિયા,
હરીત રંગ ઓઢી ઊભી જાણે કે વનિતા;

એની ખૂબસૂરતીની શું વાત કરૂં "વિએમ"
એને માણવા આભથી ઉતરે છે ફરિસ્તા;

નથી કોઇ મહેબૂબ કે નથી એ મહેબૂબા,
એ છે સૃષ્ટિ જેના થકી ખીલે છે સુંદરતા;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111649697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now