એક મજેદાર વિજ્ઞાન ની વાત :
તમારી આજુ બાજુ જુવો. શું દેખાય છે તમારી આજુ બાજુ માં ? ક્યાં તમે બેઠા છો ? જો તમારી આજુ બાજુ માં કોઈ પણ એક વસ્તુ ન હોત , જે અત્યારે છે અથવા તે બીજી રીતે બીજી જગ્યાએ હોત તો , હોઈ શકે કે તમે અત્યારે આ વાંચતા ન હોત. જો તમે એ જગ્યાએ બેઠા ન હોત જ્યાં તમે અત્યારે બેઠા છો તો , હોઈ શકે છે કે તમારી પાસે અત્યારે આ મોબાઈલ ન હોત. એક વાર આ વાતને સમજો. જો તમારી આસ પાસ ની એ વસ્તુઓ ન હોત જે અત્યારે છે તો તમારું વર્તમાન બીજી હોત.
જો આ વાતને અલગ રીતે આપણે જોઈએ તો , જો તમને આ ' એક મજેદાર વિજ્ઞાન ની વાત ' વાંચવા માટે મળ્યું જ ન હોત તો તમારું ભવિષ્ય બીજું હોત ! પણ અત્યારે તમે આ વાંચો છો એટલે કે હવે તમારું એ ભવિષ્ય છે જે તમે હવે જોશો. પણ એનું મતલબ એ નથી કે જે મેં પહેલા કહ્યું તે સાચું નથી. તે બીજા કોઈ બ્રહ્માંડમાં તમારી જ સાથે થશે. એટલે કે તમારી અલગ અલગ વાસ્તવિકતા અલગ અલગ બ્રહ્માંડ માં છે ( Multiverse Universe Theory ) . આ વાત ને સમજવું જેટલું અઘરું છે તેનાથી પણ વધારે અઘરું આ વાતને માનવું છે.
- Parmar Roank