કંઈ સમજો વેદના મારી હવે,
પ્રેમની લાગી છેય બીમારી હવે,
મૂર્તિ સ્થાપી છે હ્ર્દયમાં આપની,
હું બન્યો છું પ્રેમપૂજારી હવે,
આ હ્ર્દય ધડકી રહ્યું છે ખ્યાલમાં,
કૈક દિલમાં થાય કંપારી હવે,
જિંદગી તો આપનાથી છે હવે,
પ્રેમની લાગે અસરદારી હવે,
ના ડરૂ હું તો જમાના થી હવે,
કંઈ દિલમાં છે એ ખૂમારી હવે,
-ANAND SAMANI