રસ્તે જતા મેં આજ કેટકેટલા ને નીરખ્યા
એમાં મેં કુદરત ના અનેક રંગો નીરખ્યા
એક-એક રંગમાં અનેક-નેક રંગો સમાવ્યા
જેમ માનવ-માનવ ના રુદિયામાં રામ સમાવ્યા
એક લીલા માં નીત-નવા લીલા,
આતે પ્રભુ તારી કેવી લીલા...
કાછિયા ને ત્યાં ફળ-શાક ના લીલા દીઠા,
ને વૃક્ષોના પાનના ઝાડે-ઝાડે લીલા દીઠા
એક લીલા માં નીત-નવા લીલા,
આતે પ્રભુ તારી કેવી લીલા...
ચહેરા ના રંગ તે નીત નવા દીધા
કોઇ કાળા , કોઇ ધોળા તો કોઈ ને ભૂરા દીધા.
તે રંગો ની પાછળ અનેક રંગો દીધા
તે પારખવા બુધ્ધિ વાચા ના તરંગો દીધા.
એક લીલા માં નીત-નવા લીલા,
આતે પ્રભુ તારી કેવી લીલા...
છતાં લાગણી ના રંગો એવા તે પીખ્યા
ના જાય સૌ કોઈ થી પારખ્યા.
આજ સગા બન્યા છે પૈસા ના ભૂખ્યા,
સ્વાર્થ ના સંબંધો છે હૈયા થી તૂટ્યા.
એક લીલા માં નીત-નવા લીલા,
આતે પ્રભુ તારી કેવી લીલા...
- દિવ્યા