*લગ્ન*
લગ્નનો લાડુ ખાધા પછી લખી રહ્યો છું
ભવ જંજાળની માયાજાળમાં ફસાઈને કહી રહ્યો છું
નથી કરવા જેવા પારખાં આ લગ્નના
છે એ એક મીઠું ઝહેર માત્ર
કહેછે જે લગ્ન કરીને સુખી છું હું
પણ શું સહરાના રણમાં તો પાણી મળતા હશે ?
હતો મુક્ત પંખી લગ્ન પહેલાં હું
પણ પુરાયો છું જ્યારથી આ સોનાના પિંજરે
બન્યો છું એક કઠપુતળી સમો હું
લગ્ન પહેલાં મા કહેતી બેટા આટલું તો કામકર
તો હું કહેતો શું એ કામ હું કરું ?
આજ એજ હું કચરાપોતું પણ કરી રહ્યો છું
લઇ ગયાં છે વાળ મારા એના (પત્ની)શેમ્પુ અને તેલ
માટે જ કહું છું ભાઈ મારા લગ્ન કરવાનું મેલ
શાર્દુલ બારોટ " *સાહિલ* "