આ સંબંધને હું પ્રેમ કહુ કે મૈત્રી ?
સંબંધો તો જોડાયા આપણા હદય થી.
તો કેમ કહુ હું આને મૈત્રી ?
સમજીએ છીએ ખાસ મિત્ર એક બીજાને
તો કેમ કહુ હું પ્રેમ આને ?
મિત્ર ની જેમ હમેશા સાથે રહીએ
પ્રેમી ની જેમ લાગણીઓ વ્યક્ત કરીએ
તો આને પ્રેમ કહુ કે મૈત્રી ?
જાણ્યા એકબીજા ના હદય ને પ્રેમથી
તો મિત્રતા એ આપી હુંફ મન થી
ના આશા કે ના અપેક્ષા રાખી
જાણે નિ:સ્વાર્થ પ્રેમ કે મૈત્રી ?