ગંગાસતી ની વાણી...૧૬
🍂🍂🍂🍂🍂🍂🍂
પરીપૂરણ સતસંગ હવે તમને કરાવું ને
આપું જોને નિર્મળ જ્ઞાન રે
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે
પરીપૂરણ...
નામરૂપને મિથ્યા જાણો ને મેલી દેજો મનની તાણાવાણ રે
આવો બેસો એકાંતમાં ને તમને
પદ આપું નિર્વાણ રે
પરીપૂરણ...
સદા રહો સત્સંગમાં ને કરો અગમની ઓળખાણ રે
નૂરત સુરતથી નિજ નામ પકડી ને
જેથી થાય હરીની જાણ રે
પરીપૂરણ...
મેલ ટળે ને વાસના ગળે ને કરો પુરણનો અભ્યાસ રે
ગંગારે સતિ એમ બોલિયાં ને
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે
પરીપૂરણ....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻