Gujarati Quote in Blog by Kaamini

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાબીબેન...આ નામ આજે દેશભરમાં જાણીતું બન્યું...કારણ..તેઓ કેબીસીના કર્મવીરના એપિસોડમાં આવ્યા અને વધુ પ્રખ્યાત થયા. ફેશનની દુનિયામાં આપે ઘણા નામો સાંભળ્યા હશે, પણ પબીબેનએ ફેશનને એક અલગ જ સ્તરે લઇ ગયા. દેશ જ નહીં પણ વિદેશમાં પણ તેમના નામનો ડંકો વાગે છે.. તો ચાલો આજે જાણીએ પાબીબેનના જીવનચરિત્ર વિશે, તેમના સાહસો વિશે..
પાબીબેનનો જન્મ મુન્દ્રા તાલુકાના એક નાનકડા ગામ કુકડસર ગામે થયો હતો જ્યાં પાબીબેને શિક્ષણ લેવાની શરૂઆત કરી અને તેમના ઘરના મોભી, તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે પરિવારનું ગુજરાન ચલાવવા સૌથી મોટા પાબીબેને અભ્યાસ છોડી માતાને આર્થિક ટેકો આપવા લાગ્યો. અને એ જ સમયે પાબીબેને ભરતકામ કરવાનું શરૂ કર્યું અને 18માં વર્ષે પાબીબેનના લગ્ન કરી દેવાયા. રબારી સમાજના આગેવાનોએ કેટલાંક કારણોસર વર્ષ 1990ના દાયકામાં ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો. અને આ સમયે પોતાની ભરતકામની પરંપરા સંપૂર્ણપણે બંધ ન થઇ જાય તે માટે રબારી મહિલાઓએ વિવિધ લેસનો ઉપયોગ કરી પોતાના કપડાં બનાવવાનું શરૂ કર્યું જે કળા ‘હરી જરી’ તરીકે ઓળખાવા લાગી.
આજ સમયનો ઉપયોગ કરીને પાબીબેને ‘હરી જરી’નો ઉપયોગ કરી પોતાના માટે બેગ બનાવી અને કચ્છ આવેલા વિદેશી મહેમાનોને આ બેગ પસંદ પડી. અને તે બેગને નામ અપાયું ‘પાબીબેગ’. વર્ષ 2003થી પાબીબેગ્સ પ્રચલિત બની. પાબીબેનની બેગ્સ હોલિવૂડની ફિલ્મ  ‘ધ અધર એન્ડ ઓફ લાઈન’માં એક્ટ્રેસને પાબીબેનની બેગ્સ સાથે જ બતાવવામાં આવી છે. અને ત્યારબાદ બોલિવૂડની ફિલ્મ્સ માટે પણ પાબીબેનની બેગ્સનો ઓર્ડર મળવા લાગ્યો.
 
તો વિદેશોમાં યોજાતા ક્રાફ્ટ મેળામાં ઘણી વખત ભાગ લઇ ચૂક્યા છે અને આપણા દેશનું નામ રોશન કરી ચૂક્યા છે.ખરેખર, માનવામાં ન આવે, કે એવા ગામની મહિલા કે જ્યાં પાકા મકાનો પણ ન હોય, ના હોય કોઈ ડીગ્રી કે ટેકનોલોજી સાથેનો તાલમેલ, તેવા ગામની એક મહિલા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી રહી છે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે, સાથે જ એવા ધ્યેય સાથે કે અન્ય કારીગરોને પણ સફળતા મળે અને તેઓ આગળ આવે. પાબીબેન પોતે તો ભણી ન શક્યા પણ પોતાના દીકરાને આજે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણાવી રહ્યાં છે જેથી તેમની આવનારી પેઢીને તેમના જેવો સંઘર્ષ ન કરવો પડે. ખરેખર, આવી મહિલા આજે સમાજની કેટલીયે મહિલાનો પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
 કાર્યદક્ષતા...મહેનત... ઉમંગ...જુસ્સો.. ઉત્સાહ...અને સાહસનું સમન્વય એટલે પાબીબેન રબારી...
આપનો પ્રતિભાવ અવશ્ય આપો તેવી આશા સાથે આપ સૌનો ખૂબ આભાર કે આપે આ લેખ વાંચ્યું.
 

Gujarati Blog by Kaamini : 111647448
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now