ક્યાંરેક તો, કોઈ જગ્યાએ ક્યાંક મળી જશે.
મુંઝવણો છે મન આવર્તન ક્યાંક ટળી જશે.
બેહોશી ને હોશ માને છો, દુનિયાદારી ભલે ને,
ચેતના પામી અંતરે મહારત ક્યાંક ફળી જશે.
ખોવાઇ જઇ આમ, ગુમસુમ શાને રહેવું દિલ.
પ્રાણો ને સાધતા માયિક લત ક્યાંક ટળી જશે.
ખુદની જ ભીતર ક્યારે ,ખોઇ નાંખી હયાતી ને
કાયમ રહેતી બધી હતાહત ક્યાંક ચળી જશે.
બદલાતી ઈચ્છાના ટોળા મનોરથો સજાવવામાં
આનંદ જ્યારે અનુભવે, રાહત ક્યાંક મળી જશે.
-મોહનભાઈ આનંદ