બહુ ખરાબ છે તુૃં.
એટલો ખરાબ કે તને હૈયાની દાબડીમાં પૂરી દેવો જોઈએ.
એવો સજ્જડ પૂરવો જોઈએ કે તુૃં હલી ન શકે.
ભાગવાનો તો વિચાર સુદ્ધાં ન આવે તને એવો કરી દેવો જોઈએ.
પછી એ દાબડીને આશ્લેષની એટલી સાંકળે વીંટું
કે તારા ટકોરાય ન સંભળાય.
રોમેરોમને કળો કરીને જડી દઉં ચોમેર.
ને એ જ રોમકળોથી વીંધી દઉં તારા રૂંવાડેરૂંવાડા
તારી ખુબસૂરત ધૃષ્ટતાની આ જ સજા છે.
હિંમત હોય બની જો ડાહ્યો ને લડી જો મારા પાગલ પ્રેમથી
છટકવાનો એક પણ મોકો મળે તો કહેજે મને...
--નિર્મોહી