કેટલું અઘરું લાગે
જ્યારે આંખો હોય પણ દૃષ્ટિ ના હોય,
જ્યારે ફૂલ હોય પણ સુગંધ ના હોય.
કેટલું અઘરું લાગે
જ્યારે વાદળાં હોય પણ વરસાદ ના હોય,
જ્યારે વૃક્ષ પર માળો હોય પણ એમાં પંખી ના હોય.
કેટલું અઘરું લાગે
જ્યારે રાત પડે પણ આંખોમાં નીંદર ના હોય,
જ્યારે પ્રેમ હોય પણ પ્રેમી હાજર ના હોય.
કેટલું અઘરું લાગે
જ્યારે કોઈ આપણું હોય પણ સાથે ના હોય,
જ્યારે જીવન હોય પણ જીવનસાથી ના હોય.