દુઃખ ભૂલી સુખના સગડ શોધું છું,
પગે ચાલી કિરતારનો રસ્તો શોધું છું.
સાત પાતાળ વીંધી તારો તાગ શોધું છું,
અમૃત આચમનીનું સ્થાન શોધું છું.
રાત પડેને તારાની ગેલેક્ષી નીરખું છું,
ધ્રુવ તારા કને પૂનમ ચાંદને શોધું છું.
સુસવાટા મારતા પવનનો અવાઝ સાંભળું છું,
નઝરે નીરખવા અનિલની દિશા શોધું છું.
દિલમાં આગ લાગશે તેદી મારી યાદ આવશે,
અઝીઝ માટે ખુશી ખજાનો આજે શોધું છું.
ભાટી એન અઝીઝ
14/01/2021