કાલથી આજમાં વધારે છે
આપણી આસથા વધારે છે
કોઈ રોકાય આપની રાહે
એ સફરની મજા વધારે છે.
કર્મ જોઉં હું મારાં તો લાગે
કે પ્રભુની કૃપા વધારે છે.
જેમ બાળક થતું રહે મોટું
તેમ મા માનતા વધારે છે.
છાંય શાતા ભલે જ આપે,પણ
તાપના ફાયદા વધારે છે!
એના રસ્તે જઈ શકો છો, પણ
એના રસ્તે જફા વધારે છે.
- શબનમ ખોજા