કરલો દુનિયા મુઠ્ઠી મેં
---------------------------
દૂર ના સંબંધો હવે નજીક થી માળા માં પરોવાય છે,
અને ઘર નાં સંબંધો હવે ખોવાતા જાય છે.
કરલો દુનિયા મુઠ્ઠી મેં હવે તો રમકડાં માં પણ સંભળાય છે,
નજીક નું દેખાતું નથી અને દૂર દૂર નું સંભળાય છે.
માં - બાપ નું હવે ક્યાં સંભળાય છે, અને સંબંધો ની ક્યાં ઓળખાણ છે.
' સંબંધો ' હવે ડિજીટલ થી બંધાય છે,કાચા સૂતર નાં તાંતણા નો હવે ક્યાં વિશ્વાસ છે ?
કાયદા નાં પાને હવે તો લખાણ થાય છે, જેમાં સ્વતંત્રતા ની પહેલી શરત મુકાય છે.
ખર્ચ નાં પણ હવે તો હિસ્સા ગણાય છે, ખૂબ પ્રેમ છલકાય તો ગીફત તરીખે અપાય છે.
બાકી પ્રાયવસી ના નામે જીવન ગાડી શરૂ થાય છે,
કહેવાય છે કે લખાણ હોય તો સહેલાય થી છૂટા થવાય છે.
પાયા માં જ જ્યાં ખોટ હોય તો ઈમારત ક્યાં સચવાય છે.
અંતર નાં તાંતણે સાત ફેરા પૂરા થાય છે,પણ કાયદા ને પાને એક ભવ પણ અધૂરો રહી જાય છે .
જયવંત બગડીયા / કવિરાજ