તું તારે કર્યા કર ખેંચાખેંચ, અમે તો ઢીલ દેવામાં જ માનીએ...
હોય મોટો ફીરકો કે ભલે લચ્છો, અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ...
કઠ્ઠણ તલના લાડુમાં ક્યાં છે એટલી મીઠાશ..??
અમે તો શબરીના બોર બનવામાં જ માનીએ...
સાહેબ.
તું તારે પાયા કર કાચ તારા માંજાને, અમે તો બધાની ગૂંચ ઉકેલવામાં જ માનીએ...
તું તારે કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ, અમે તો કોઇકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ... આનંદમય, ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ...💐
-Rupal Patel