Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અ-પરિચય

આપણે અમુક લોકો સાથે નિરંતર રહેવું પડે છે, તો એ લોકોને જોઈને મનમાં અમુક ભાવ પેદા થાય છે, એમના વિશે અમુક અભિપ્રાય બંધાય છે.

પણ આ રીતે કોઈ પણ વ્યક્તિને માપવી ન જોઈએ. કારણ કે આપણને તો તેના આ જન્મનાં જ દસ-વીસ વરસની જાણકારી છે. પણ આ પૂર્વે તેના તો કેટલાયે જન્મ થયેલા છે. એ તો એક પુરાણપુરુષ છે ! એ એક ગૂઢ તત્ત્વ છે, જેને એ પોતે પણ નથી જાણતો - તો પછી આપણે તેને શું જાણવાના હતા !

માટે દરેક વ્યક્તિ પ્રત્યે આપણું આદરયુક્ત અળગાપણું હોવું જોઈએ; એક જાતનો આધ્યાત્મિક અ-પરિચય હોવો જોઈએ. આસમાનમાં ચમકતી તારિકાઓ એટલી તો પ્રજ્વલિત છે કે સૂર્યનારાયણ તો એમની આગળ એક નાનકડા બિંદુ સમાન છે. છતાં આપણી આંખો ઉપર એ તારિકાઓની સૌમ્ય અસર થાય છે, એમનાં દર્શનથી આપણી આંખનું તેજ વધે છે. આનું કારણ એ છે કે તે તારિકાઓ આપણાથી અત્યંત દૂર છે.

એવી જ રીતે પરસ્પરનો પ્રેમ જાળવી રાખવા માટે, નિકટ રહેવા છતાં એક જાતનું અળગાપણું કાયમ રાખવું જોઈએ, આધ્યાત્મિક અનાસક્તિ અનુભવવી જોઈએ.

- *વિનોબા ભાવે*

Gujarati Quotes by Umakant : 111644305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now