Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઊઠી લોબાનની ખુશ્બૂ,, શરું થ્યા જાપ મારામાં
મૂકી ને સાથિયા પર પગ ,પધાર્યાં આપ, મારામાં

તમે થડકારવશ, થીરકાટવશ ;હળવે રહી અડક્યાં
છનન છન છન ,ત તા થૈ થૈ;થયો આલાપ મારામાં

તમે ચાલ્યાં જવાની વાતના બહુ ઢોલ પીટો મા
તમે આવ્યાં હતાં સાજન બહુ ચૂપચાપ મારામાં

તમે જાઓ અગર બેસો હવે ના ફેર પડવાનો
તમે છો દેહ થી સામે ને આપોઆપ મારામાં

હજારો જન્મની ખારાશ સાથે ઘૂઘવ્યો, તૂટ્યો
હવે તું પણ કશું શિવલિંગ જેવું સ્થાપ મારામાં

-સ્નેહી પરમાર

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111643841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now