કેમેરામાં ક્લિક ક્લિક કરતા કમાલ થઈ ગઈ,
સુંદરતમ તસવીર મળતા ધમાલ થઈ ગઈ.
સૂરજમુખીનું સોનેરી પુષ્પ લાગે સોહામણું,
પાનખરમાં વાસંતી ખીલતા બબાલ થઈ ગઈ.
દૂરથી ઓઢણી ઓઢી આવે વંટોળિયો,
ફુદરડી ફરતા મુખડામાં ખુશહાલી થઈ ગઈ.
અનરાધાર વર્ષે ઠંડી શીતળતા આજે,
ગરમ ધાબળામાં હુંફાળી લિપણ થઈ ગઈ.
પૂનમ ચાંદ રાત્રે સોળેકળાએ ખીલીને આવે,
અઝીઝની અવનિમાં મોરની કળા થઈ ગઈ.
ભાટી એન અઝીઝ
12/01/2021