એવું નથી કે ભગવાન આપણા સવાલોના જવાબ નથી આપતા,તે ચોક્કસ જવાબ આપે છે પણ ક્યારેક તે ઉત્તર આપણે સાંભળી નથી શકતા.ઈશ્વર આગળ કેટલાંય સવાલો આવતા હશે રોજ એટલે જો એમને આપણા સવાલનો જવાબ આપતા મોડું થાય તો એવું વિચારી ન લેવાય કે પરવરદિગાર મારી વાત સાંભળતા નથી.તે વહેલો કે મોડો જવાબ બધાને આપે જ છે.