કાચી પણ સાચી કવીતા- રેખા પટેલ
ભૂલ એક વાર થાય, કે બે વાર થાય,
વારંવાર બને તો તેને ઈચ્છા જ મનાય.
એક વાર રોકાય કે બે વાર ટોકાય,
વારંવાર કહીને નારાજગી વહોરાય.
એક વાર લેવાય કે બે વાર અપાય,
વારંવાર માંગે તેને આદત કહેવાય.
એક બે વાર ધરાય કે આગ્રહ કરાય,
વારંવાર કરતા બળજબરી જણાવાય.
માંગીને લેવાય કે બહુ વાર અપાય,
ખુશીની ક્ષણો તો વારંવાર વહેંચાય.