દિલના રોગે , ઈબાદત છે ફક્ત,
શબ્દોથી પર અહેસાસ હકીકત.
ઊર્મિ લહેરાય છે સંવેદન થઇને,
વિરહી પામે છે, જો ક્યાં બરકત
દર્દનાં હલેસાં ,મારવાની હોડ માં,
ક્યાં હોઠ ઉપર ,સ્મિત છે ફરકત.
હસતાં જોઈ' હતી , કૂંપળ જેણે,
ખરતા પાનખરે, ક્યાં કોઈ મરકત.
સુધન્વા બનવા છે, નીકળ્યાં જો,
આનંદ ત્યાં પછી, મુકતા કરવત.
-મોહનભાઈ આનંદ