પાસે બેસવું....
તું જ્યારે પાસે બેસીને જરા અમથું અમથું મલકે ને ત્યારે,,
દિલ પણ મલકી ઊઠે..એ છાની વાત સાંભળવા ધડકી ઉઠે.
તું જ્યારે પાસે બેસીને જરા અમથું મારો હાથ પકડી લે ત્યારે....
દિલ પણ જોરશોરથી સ્પંદન કરી બેસે.. ને એક નજર કરી રહે.
તું જ્યારે પાસે બેસીને નાની નાની વાતમાં રસ લેવા લાગે ત્યારે...
મન મસ્તિક પણ તને કેહવા હજાર વાતો આડી અવળી ગોઠવવા માંડે.
તું જ્યારે પાસે બેસીને પણ તારી ગેરહાજરીનો અહેસાસ કરાવી જાય ત્યારે...
આંખો પણ ભીંજાઈને અશ્રુ ધાર વહી જવા મજબુર થયા કરે.
રૂપલ મહેતા રુપ✍️© અમદાવાદ
-Rupal Mehta