કરપટ.....
શ્ર્વેત વસન ચીર કર્યું રંગીન ,લાલ પીળોને હરીત
રંગે કાળી લઈ કલમ,કળાયેલ મોર કર્યો ચિત્રીત
ગુંથણ કળા આંરભી, જેમ ગુંથુ રોજ જીવન રંગીન
જાત ભાતની દોરી લઈ, કરી આંટી ઘુંટી અંકિત
એક-એક ટાંકે ખૂંચે સોય,ને પડતી અનસુલઝી ગોઠ
નિરખું નિરાળુ વસન પટ, જોતી એમાં જીવનની રટ
નાચતો મોર,ફૂલ રંગીન, ખળખળ વહેતી નદીનો જોશ
ઉપસ્યા દ્રશ્ય એમા રંગીન,દેહ પર લીધી ટાંક અસીમ
જીવતર કંઈક આવુ છે, કાંટા વચ્ચે ફુવલવારી નેક
દીપી ઉઠેએ રંગીન બની,લોભાવે મન જીવન કરપટ
➡️ ચીર,વસનપટ,કરપટ = કપડું ( કાપડ )
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
-Doli Modi..ઊર્જા