આપનું મળવું-જવું સારું હશે,
એ પછી જળ જ્યાં હશે, ખારું હશે.
મેં લખ્યા છે આપણાં સંવાદ જે,
શું તમે કહેશો, કશે નાકું હશે ?
હું મળી'તી આપને એ બાદ પણ,
ના કહી દો તોય એ સાચું હશે...
દેહદર્શન તો સદા દુર્લભ હતાં,
એ વિના શું આપને પ્યારું હશે !
એ જવું તો આપનું જૂદું હતું,
આજ જાશો એ ખરું જાવું હશે...