પત્ની
કોણ છે આ વ્યક્તિ,
જે તમારા ઘરે પોતાનું બધું છોડી આવે છે ,
પોતાના માં-બાપ ને મૂકી,
બીજાનું ઘર સવારે છે ,
નથી કોઈ ઉમ્મીદ ,
કે નથી કોઈ આશા ,
છતાં મળે છે એને લાખો નિરાશા,
સાસુ , સસરા માટે ઘણું કરે ,
પતિ ક્યાં બાકી રહી જાય છે ,
બધા ના કામ કરી છેવટે ,
પોતે એકલી રહી જાય છે,
તબિયત , માંદગી કઈ ન જુએ ,
બધા કરતા વહેલી સવારમાં એ ઉઠે,
આખી જિંદગી ,
જીવી બીજા માટે,
તો પણ ના આવ્યું
છેલ્લે કોઈ સાથે ,
વાત થાય છે અહીં બધાની,
જેને નથી મળતો આદર , સત્કાર
હોય છે એવા પણ ઘણા
જે માને છે સ્ત્રીને ,
" દેવીનો" અવતાર..
આભાર
For More Updates Follow Me In Instagram
#dhaval_limbani_official
-Dhaval Limbani