પ્રણયકાળમાં પોતાના પ્રિય પાત્રની સારપ ને મોટા સ્વરૂપે જોવી આપણે ને ગમે છે અને તેની નબળાઈ નાની દેખાય છે... પણ પરણ્યા પછી આ ક્રમ ઉલટાઈ જતો હોય છે .સદગુણો વામણા બની જય અને નબળાઈઓ વિરાટ સ્વરૂપ ધારણ કરી લે.દ્રષ્ટિ તો એની એજ છે . વ્યક્તિ પણ એની એજ છે .છતાં આવેશ ની ભરતી ઓટ ના કારણે કિનારા નું દ્રશ્ય બદલાઈ જાય છે .મારી અંગત માન્યતા મુજબ પહેલી નજર નો પ્રેમ એ દરિયાકિનારે છીપલાં વીણતાં બાળક ની ચેષ્ટા જેવો છે ...ઘડીભર ગમે, સાચવે અને પછી નિરર્થક લાગે...