" રાખજો "
મારા શબ્દોનું હું માંગુ લઈને આવું છું,
તમારી એકાદ ગઝલ કુમારી રાખજો.
જો ઝડપથી પામવી હોય સફળતા તો ,
કાયમ સત્યની શાહી સવારી રાખજે.
અન્ય ના રદય ભેદો ઉકેલાઇ ના ભલે ,
તમારા હૃદયની તમે જાણકારી રાખજો.
આ તમે જે ચણ્યું છે ને આ વ્હાલ નું ઘર,
મારા પ્રનયની એકાદ બારી જરૂર રાખજો.
જીવન સમર્પિત મારું તમને બદલામાં ,
મારા માટે થોડી ક્ષણ બચાવી રાખજો.
સ્મિત હોઠો પર ને લટ ગાલો પર હંમેશા,
માન્ય અમારી આ એક ઇચ્છા રાખજો.
પ્રેમનો કઈ અનહદ થશે વરસાદ દોસ્ત
રાત સ્વરોમાં ઇશ્કે મલાવી ને રાખજો.
મારા શબ્દોનું હું માંગુ લઈને આવું છું
તમારી એકાદ ગઝલ કુમારી રાખજો.
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏