ભક્તિ એવી રે ભાઈ
✍🏻 પ્રીતમ
🌹🌹🌹🌹🌹🌹🌹
ભક્તિ એવી રે ભાઈ એવી તરસ્યા ને પાણી જેવી
ભક્તિ જુગમાં કરે નર સોઈ જા કે ધડ પર શીશ ન હોઈ
ભક્તિ છે રે ખાંડાની ધાર એને સાધે કોઈ સાધન હાર...
એક ચોર તે ચોરી કરે છે ઘરની પાછળ ફેરા ફરે છે
થઈ રાત અંધારી ધોર વાળી બારણા પેઠો ચોર
એને ચિંતા કે પરધન હરવું એવું હરિ ચરણે ચિત્ત ધરવું...
એક શુરો તે રણમાં ચઢે છે શીશ જાતા તો ધડ લડે છે
એને સન્મુખ પગલું રે ધરવું પાછી પૂંઠ કરી નવ ફરવું
વેરી હણવો કે પંડે મરવું એવું હરિ ચરણે ચિત્ત ધરવું...
એક છીપ સાગરમાં રહે છે એ તો ખારું નીર તજે છે
સ્વાતિ નક્ષત્ર આવે જ્યારે ઉપર તરી ને આવે ત્યારે
એને એક સ્વાતિ બુંદ સંઘરવું એવું હરિ ચરણે ચિત્ત ધરવું
જુવતી જળ ભરવાને જાયે ભરી નિર ને પાછી રે આવે
શિર પર બેડું ને હાથ લ્યે તાળી મુખે હશે છે વારી વારી
બેડું રિસ્યું તે નવ વિસરવું એવું હરિ ચરણે ચિત્ત ધરવું...
કહે પ્રીતમ સંત સ્નેહી જેણે ધરી છે મનુષા દેહિ
તેણે અભિમાન પરહરવું એવું હરિચરણે ચિત્ત ધરવું
🙏🙏🙏🙏🙏🙏🙏