લે નજર મારી ઉધાર આપું,
જો પછી દીવાનગીની શું મજા છે.
લે આંખો મારી ઉધાર આપું,
જો પછી વરસવાની શું મજા છે.
લે હૈયું મારુ પણ ઉધાર આપું,
જો પછી તડપવાની શું મજા છે.
લે યાદો મારી તને ઉધાર આપું,
જો એને વાગોળવાની શું મજા છે.
લે સમય મારો તને ઉધાર આપું,
જો એને બગાડવાની શું મજા છે.
તને જે બધી લાગે છે મજા,
જોને ભોગવુ હું એ મીઠી સજા છે.