આ ભરી વસંતમાં મને પતઝડ દેખાય;
વગર રણે સામે મને મૃગજળ દેખાય;
કરતો રહ્યો છું હું સદા મનગમતા કર્મો,
મારા જ કરેલાં કર્મોનું મને ફળ દેખાય;
જાણતો હોવા છતાં બનતો રહ્યો મુર્ખ,
મારા વિશે કરાતી મને અટકળ દેખાય;
સમજ્યા હતા મેં જેને હમેશાં પોતાના,
એમના દ્વારા રચાતી મને જાળ દેખાય;
આમ તો મારામાં પણ છે ખૂબ દૂરંદેશી,
એટલે, પાણી પહેલાં મને પાળ દેખાય;
ધડકનથી થાય ભાસ જીવિતનો"વિએમ"
બાકી તો હમેશાં સામે મને કાળ દેખાય;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)