નિજ ની ધુનમાં રહેવું પણ મરજીવા થઈ ને રહેવું. નિજધુનમાં એટલે પોતાના સ્વરૂપમાં રહેવું *પોતાનું સ્વરૂપ ઈશ્વર સ્વરૂપ છે નિજધુનમાં રહેવું એટલે ઈશ્વર ધુનમાં રહેવા બરાબર છે.* આવા નિજ સ્વરૂપમાં મગ્ન થઈ રહે એને હરિરસ ભાવે છે આ હરિરસ ધારા સતશબ્દની ધારા છે. આ ધારા પરાપારથી આવિ છે આ ધારા સ્થૂલ સુક્ષ્મ કારણને મહાકારણથી પરની ધારા છે સ્થૂલમાં વૈખરી વાણી આવી સુક્ષ્મમાં મધ્યમાં વાણી આવી કારણમાં પશયંતી વાણી આવી અને મહાકારણમાં પરા વાણી આવી પણ ઊનમુનિ સ્થિતિ ના ધ્યાનમાં પરાથી પાર જયાં બ્રહ્માંડ નથી પિડ નથી જયા સમરસ છે. ત્યાં ધ્યાન લાગી રહ્યું આ સ્થિતિમાં આપમાં આપને આનંદ આવે છે. સતત પ્રવૃત્તિમાં રહીને નિવૃત્ત રહે છે એને *હરખ શોક હોતા નથી આઠેય પહોર નિજ આનંદમાં હોય છે આ બધી વાતો સતગુરૂ ની સાન વિના ગુરૂજ્ઞાન વિના વાતોથી સમજાશે નહી* સતગુરૂના સહારા વિના સ્વરૂપ નકકી થાતું નથી અને ભક્તિ પણ થઈ શકિત નથી *જેને સતગુરૂનો પ્રેમરસ પીધો છે એ અમુતરસ પીધા બરાબર છે* જયાં સુધી ગુરૂ શિષ્યનો ભેદ છે અને જીવને બ્રહ્મનો ભેદ છે ત્યાં સુધી નિજ ધુનમાં અને નિજ સ્વરૂપમાં રહેવાશે નહી *જેને નિજ સ્વરૂપનું શુધ્ધ આત્મજ્ઞાન થયું એ સહેજે ભવજલ પાર થાશે*
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ