નવા વર્ષની શુભકામના
આ જોને સુખને ડાળીઓ ફૂટી ને આવ્યું નવુ વર્ષ,
એ તમે રાખોતો ખરા હૈયે થોડો હર્ષ.
હતા નોતાની તો પરવાય ક્યા! આપણે કરી છે,
તોય રમતુ ભમતુ નીકળી ગયુને ઓલુ વર્ષ.
આભાર માનો ઈશ્વર નો કે જોઈએ છીએ 2021 નુ વર્ષ,
યમના ચોપડે હોત નામ તો ના હોત મારાને તમારા ઘરે આટલો હર્ષ.
ચાલોને બોલ્યું ચાલ્યું બધુ માફ તમને અને તમેય કરી દેજો મને,
સુખ શાંતિ મય નીકળે તમારુ 2021નું વર્ષ.
-Yashpalsinh D jadeja