સમય ની પહેચાન કરું કે સમય થી પહેચાન કરું ફરક ઘણો છે,
કોઇની ઓળખાણ છે કે કોઇને ઓળખું છું ફરક ઘણો છે,
દિવસો વિતાવું છું અને દિવસો જીવું છું ફરક ઘણો છે,
સુખે થી જીવું છે અને સુખે થી જીવું છું ફરક ઘણો છે,
દુ:ખ છે અને દું:ખી છું ફરક ઘણો છે,
મિત્ર છે અને મિત્રતા છે એમાં ફરક ઘણો છે,
નજીક ના સગા છે અને સ્નેહી છે બંને માં ફરક ઘણો છે,
શત્રુ છે અને શત્રુતા એમા ફરક ઘણો છે.